ગુજરાતમાં કોરોના બન્યો કાળમુખો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં થયો અધધ વધારો….

0

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાની અસર વધતી જાય છે. હવે તો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં 600થી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 681 નવા કેસ સામે આવ્યા છે. જયારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 19 દર્દીઓનાં મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને હરાવીને 563 દર્દીઓ ઘરે પરત ફર્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કેસોની વાત કરીએ તો 33,999 કોરોનાના કેસો થઇ ગયા છે. જયારે ગુજરાતમાં કોરોનાના કારણે  1888 લોકોના મૃત્યુ થયું છે. અને 24601 દર્દીઓને ડિસ્ચાર્જ થઇને ઘરે પરત ફર્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 202, સુરત કોર્પોરેશનમાં 191, વડોદરા કોર્પોરેશનમાં 46, સુરત 36, રાજકોટ 22, બનાસકાંઠા-12, સુરેન્દ્રનગર 12, ભાવનગર કોર્પોરેશન 11, વડોદરા 11  કેસો સામે આવ્યા છે જયારે બીજા અન્ય જિલ્લાઓમાં ૧૦ થી ઓછા કોરોનાના કેસો સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે મૃત્યુ  અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 2, જુનાગઢ કોર્પોરેશન, સુરત, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં એક-એક ના મૃત્યુ થયા છે. જેના સાથે આખા ગુજરાતમાં કોરોનાના કારણે 1888 લોકોનાં મૃત્યુ થયા છે.

Share.

About Author

Leave A Reply