ભારતમાં કોરોનાનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો…

0

આખા વિશ્વમાં કોરોનાનું તાંડવ વધી રહ્યું છે જયારે બીજી બાજુ કોરોનાને હરાવવા માટે સરકાર , વૈજ્ઞાનિકો અને ડોકટરો દ્ધારા અનેક પ્પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં દિવસે દિવસે આખા ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ભારતમાં હવે 6,04,641 કેસો સામે આવ્યા છે. જેના કારણે આખા ભારતમાં ચિંતા વધી રહી છે જયારે બીજી બાજુ લોકો રોજગાર બની રહ્યા છે.

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ હવે ભારતમાં કોરોનાએ વેગ પકડ્યો છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે 18 હજારથી વધારે કેસ નોંધાયા છે. અને છેલ્લા 12 દિવસની વાત કરીએ તો બે લાખ પોઝિટિવ કેસ સામે આવતા આખા ભારતમાં કોરોનાનો ડર વધી ગયો છે.છેલ્લા 24 કલાકમાં 19,148 નવા કેસ કોરોનાના પોઝીટીવ આવ્યા છે જયારે 434 લોકોના મોત થયા છે. અને અત્યાર સુધી આખા ભારતમાં 17,834 લોકોના મૃત્યુ થયા છે.

આખા ભારતમાં કોરોનાના એક્ટિવ કેસો 2,26,947 છે અને તેની સામે 3,59,860 લોકો સાજા થઈ ગયા છે અને ઘરે પરત ફર્યા છે. આખા વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા ભારતમાં સામે આવ્યા છે.

દેશમાં સૌથી વધુ કેસોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે જ્યારે તે બાદ દિલ્લીમાં પણ આવી પરિસ્થિતિ છે. ગુજરાત , તમિલનાડુ,પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.

Share.

About Author

Leave A Reply