બોલીવૂડની ફેમસ અભિનેત્રીની બહેનને મળી રેપની ધમકી, એવો તો શું બન્યો બનાવ કે મળી રેપની ધમકી….

0

આજકાલ બોલીવૂડમાં કોરોનાના કારણે કોઈ મુવી આવી રહ્યા નથી પરંતુ બોલીવૂડના અભિનેતા અને અભિનેત્રીઓની ચર્ચાઓ જોર શોરથી ચાલી રહી છે. કેટલાક અભિનેતા તેમના કરેલા કોરોનામાં કામના કારણે ચર્ચામાં આવ્યા છે. તો કેટલીક અભિનેત્રીઓ બીજા કોઈ કારણોસર ચર્ચામાં આવ્યા છે. આવા સમયમાં બોલીવૂડની ફેમસ અભિનેત્રીની બહેનને રેપની ધમકી મળી છે.બોલીવૂડની સૌથી ફેમસ અભિનેત્રી કે જેની ચર્ચા દેશ અને વિદેશમાં થઇ રહી છે. જેના ચાહકોમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. જેનું નામ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા છે તેમની બહેન કે જે ટીવી એક્ટ્રેસ છે જેમનું નામ મીરા ચોપરા છે જેઓ અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં રહ્યા છે.

સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેલ આ અભિનેત્રીને અત્યારે તાજેતરમાં જ રેપની ધમકી આવી હતી. આ સિવાય સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના ફેંસે ટ્વિટર પર ગાળો લખી હતી. જે બાદ આ મામલો મોટો થતા મીરા ચોપરાએ રાષ્ટ્રીય મહિલા પંચ અને સાયબર પોલીસ ફરિયાદ કરી ગુનો નોધાવ્યો હતો.આ કેસમાં એક ફેમસ એકટરના ફેન્સ પર આરોપ લગાવ્યો છે. તાજેતરમાં મીરા ચોપરાને ટ્વિટર પર સવાલ-જવાબનું સેશનમાં એક પ્રશંસકે સાઉથ ઇન્ડિયાના ફિલ્મ એક્ટર જુનિયર એનટીઆર અંગે સવાલ કર્યો હતો.

આ સવાલના જવાબ બાદ સાઉથ ઇન્ડિયાના ફિલ્મ એક્ટર જુનિયર એનટીઆરનો ફેન્સ ગુસ્સે થયો હતો. આ સવાલના જવાબમાં મીરા ચોપરાએ કહ્યું હતું કે હું જુનિયર એનટીઆરને ઓળખતી જ નથી અને હું મહેશ મહેશ બાબુની ફેન છુ. જે બાદ તેનો ફેંસ ગુસ્સે થયો હતોઅને હદ વટાવતા મીરાને ગાળો આપી હતી.

Share.

About Author

Leave A Reply