ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાને લઈને આવ્યા આવ્યા મોટા સમાચાર, જાણો ક્યાં ટકરાશે વાવાઝોડું…

0

ગુજરાતમાં અત્યારે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જયારે બીજી બાજુ ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાનું સંકટ વધી રહ્યું છે. ત્યારે આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઝડપી વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બાબતે સરકારે પણ પગલા લીધા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાવાઝોડાના કારણે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે હાઇપાવર કમિટીની બેઠક કરી હતી જેમાં જયંત સરકારે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને આજે ગુજરાતમાં આ વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે.

જેના કારણે દમણ, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ તેમજ ભાવનગરમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. આ બેઠકમાં થયેલી ચર્ચાના અનુસંધાને ૯૦થી ૧૧૦ કિલોમીટરની ઝડપે પવન ગુજરાતમાં ધોધમાર વરસાદનું આગમન થાય તેવી આગાહી કરવામાં આવી છે.

વાવાઝોડાના ભારે સંકટના કારણે મુખ્યમંત્રીએ એનડીઆરએફ્ની ૧૦ અને એસડીઆરએફ્ની ૫ ટીમો વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં મોકલી છે. આ સિવાય વાવાઝોડાના સંકટના કારણે દરિયામાં માછીમારી કરવા ન જવાની સુચના આપવામાં આવી છે. આ સિવાય દરિયાના નજીકના વિસ્તારોમાં વસતા લોકોને મંગળવારે બપોરના ૧૨ વાગ્યા સુધીમાં બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા છે.

હવામાન વિભાગે કરેલી આગાહીના અનુસાર મુખ્યમંત્રીએ ત્રીજી અને ચોથી જૂને ભારે વરસાદની આગાહી હોવાના કારણે જનતાને કામ સિવાય ઘરની બહાર ન જવાની સુચના આપવામાં આવી છે.આ સિવાય નિસર્ગ વાવાઝોડાના સંકટના કારણે ગૃહમંત્રીએ મુખ્યમંત્રી રૂપાણી સાથે વીડિયો કોન્ફ્રન્સ દ્ધારા વાત કરી હતી. અને રાજ્યમાં આ વાવાઝોડાના અનુસંધાને પગલા લેવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા.

Share.

About Author

Leave A Reply