ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં આજે બપોરે કોરોના વિસ્ફોટ જોવા મળ્યો ,જે બાદ આખું તંત્ર દોડવા લાગ્યું …

0

ગુજરાતમાં હવે સતત કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી આખા ગુજરાતમાં 600થી વધુ કોરોનાના કેસો સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોએ બધા રેકોર્ડો તોડી દીધા છે. આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 675 નવા કેસ સામે આવ્યા છે. અને તેની સામે 21 લોકોના મોત થયા છે. તેની સાથે આખા ગુજરાતમાં અત્યાર સુધી 1869 લોકો મૃત્યુ પામ્યા છે.

અત્યાર સુધી ગુજરાતમાં કુલ કોરોનાના કેસોની વાત કરીએ તો 33,318 કેસો થયા છે. છેલ્લા ૧૫ દિવસથી આખા ગુજરાતમાં ૫૦૦થી વધુ કોરોનાના કેસો સામે આવ્યા છે. અને હવે 600થી પણ વધુ કોરોના કેસો સામે આવી રહ્યા છે. ગઈકાલે ૬૨૦ કેસો હતા તો આજે ૬૭૫ કોરોનાના કેસો સામે આવ્યા છે.

ઉતર ગુજરાતમાં કોરોના વિસ્ફોટ

ઉતર ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ જોવા મળ્યો છે. જેમાં મહેસાણા અને બનાસકાંઠામાં કોરોનાના કેસો સામે આવ્યા છે. આજે બપોરે આ બે જિલ્લાઓમાં 15-15 કેસ નોંધાતા આખા વિસ્તારોમાં ખળભળાટ થઇ ગયો હતો. જયારે ગઈ કાલે મહેસાણામાં 10 અને બનાસકાંઠામાં 12 સામે આવ્યા હતા.આ વિસ્તારોમાં કોરોનાના કેસો સામે આવતા તંત્ર દોડતું થઇ ગયું છે.

Share.

About Author

Leave A Reply