ગુજરાતમાં આ તારીખથી ભારે વરસાદનું આગમન થાય તેવી આ વિસ્તારોમાં કરવામાં આવી આગાહી, જેમાં …

0

ગુજરાતમાં વરસાદને લઈને મોટી અને મહત્વની આગાહી કરવામાં આવી છે જે અનુસાર આખા ગુજરાતમાં આવતીકાલથી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર ચાર તારીખે દક્ષિણ ગુજરાતમાં ખુબ જ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. જયારે પાંચ તારીખે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. અને અમદાવાદમાં પણ રવિવારે ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષની સરખામણીએ અત્યાર સુધી ખુબ જ સારો વરસાદ થયો છે તેમ છતાં ગુજરાતમાં વરસાદે લીધેલા વિરામના કારણે આખા ગુજરાતમાં કેટલાક ખેડુંતોના પાકને નુકશાન થયું છે. જે બાદ ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થતા ફરી બીજની વાવણી કરવી પડી છે. હવે ગુજરાતમાં વરસાદની આગાહીની વાત કરીએ તો 4 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જે અનુસાર 4 તારીખે દાદરાનગર હવેલી, સુરત, ભરૂચ અને તેના નજીકના વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. જયારે સૌરાષ્ટ્રના ભાવનગર રાજકોટ અને અમરેલીમાં આવી સ્થિતિ જોવા મળી શકે છે.

ગુજરાતમાં વરસાદની આગાહી અનુસાર 5 જુલાઈએ અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

Share.

About Author

Leave A Reply