દેશની જાણીતી અમુલ કંપનીનું ટ્વીટર એકાઉન્ટ થયું બ્લોક, અમુલે એવું તો શું પોસ્ટ કરી હતી…..

0

શુક્રવારે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે અમૂલના ટ્વિટર હેન્ડલને બ્લોક કરી દેવામાં આવ્યું છે. જો કે, થોડા સમય પછી ટ્વિટરએ અમૂલના એકાઉન્ટને અનલlક કરી દીધું હતું. ખરેખર, અમૂલ જાહેરાત માટે સતત ચીન વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું હતું.

દેશના ડેરી પ્રોડકટ મોટી કંપની અમૂલનું ટ્વિટર એકાઉન્ટ એક સંદેશ સાથે જોવા મળ્યું હતું.તમને જણાવી દઈએ કે ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દેશની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ અમૂલને માર્કેટિંગ કરે છે.

GCMMFને ઘણું આશ્ચર્ય થયું હતું કે કોઈ પણ જાતની માહિતી વગર અમૂલના ટ્વિટર એકાઉન્ટ પર કૉશન એલર્ટ જોવા મળ્યું હતું.અમૂલનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક થતાંની સાથે જ ટ્વિટર યૂઝર્સની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો હતો.

યૂઝર્સે એકાઉન્ટ બ્લોકને અમૂલના લેટેસ્ટ ક્રિયેટિવ કેમ્પેઈન ‘Exit the Dragon?’ સાથે જોડ્યું હતું. આ કેમ્પેઈન અમૂલે ચીની પ્રોડ્ક્ટ્સનો બહિષ્કારના સપોર્ટ કરવા માટે ચલાવ્યું હતું.તમને જણાવી દઈએ કે નવીનતમ અમૂલ ટોપિકલમાં તેના દેશમાં એક ડ્રેગન સામે લડતી વખતે લાલ અને સફેદ ડ્રેસ પહેરેલી આઇકોનિક અમૂલ છોકરીને બતાવવામાં આવી છે.

તેની પાછળ ચાઇનીઝ વિડિઓ-શેરિંગ મોબાઇલ એપ્લિકેશન ટિકટોકનો ‘વિડિયો’ પણ જોઇ શકાય છે. આ સિવાય આ એડમાં મોટા અક્ષરોમાં લખ્યું છે કે અમૂલ ‘મેડ ઇન ઇન્ડિયા’ બ્રાન્ડ છે અને તેનું સંપૂર્ણ ધ્યાન પીએમ નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર’ અભિયાન પર છે.

Share.

About Author

Leave A Reply